Tuesday, May 17, 2011

મહારાષ્ટ્રના ગામને મોદી દત્તક લે : ગ્રામ સરપંચનો મુખ્યમંત્રીને ઈ-મેઇલ



વિદર્ભના બુલદાણા જિલ્લાના બેરાગઢગામના અમોલ જગન્નાથ સાઠે ગુજરાતના વિકાસ પર આફરીન

ભાસ્કર ન્યૂઝ . ગાંધીનગર
વિદર્ભ-મહારાષ્ટ્રના એક ગામને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દત્તક લે અને ગુજરાતનાં ગામડાંઓ જેવો તેનો સવાôગી વિકાસ સાધે તેવી ભાવના સાથે વિદર્ભ-મહારાષ્ટ્રના બુલદાણા જિલ્લાના ચીખલી તાલુકાના બેરાગઢ ગામના અમોલ જગન્નાથ સાઠે નામના સરપંચે મુખ્યમંત્રી મોદીને શુક્રવારે એક ઈ-મેઇલ સંદેશો પાઠવ્યો છે.

ગુજરાતનાં ગામડાંઓમાં ૨૪ કલાક વીજળી આપતી જયોતિગ્રામ યોજના અમલી છે અને તેના કારણે ગામડાંઓમાં વિવિધ ક્ષેત્રે રોજગારીના દ્વાર ખૂલ્યા છે. એવી જ રીતે ઈ-કનેકિટવિટી દ્વારા ગુજરાતનાં ગામડાંઓમાં વૈશ્વિક કક્ષાના વિકાસના પગરવ મંડાયા છે. કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોથી કન્યા શિક્ષણ સહિત સામાન્ય શિક્ષણનું પ્રમાણ વઘ્યું છે. કુપોષણ સામેના જંગ, બેટી બચાવો અભિયાન, ચિરંજીવી યોજના દ્વારા સુરક્ષિત પ્રસૂતિ અને ધાત્રી માતાઓને રક્ષણ ઉપરાંત પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા સરકારી હોસ્પિટલો જેવાં વિવિધ માઘ્યમો થકી ગ્રામજનોના આરોગ્યની ચિંતા, પશુ હોસ્ટેલ દ્વારા ગામડાનાં તમામ પશુઓને સુરક્ષા, કષિમહોત્સવ અને જમીનની તાસીર મુજબ વિવિધ પાકોના વાવેતર માટે ખેડૂતોને સલાહ, સુરક્ષિત બિયારણ અને ખાતરની વ્યવસ્થા, કષિ-કિટના વિતરણ વગેરે જેવી યોજનાઓ દ્વારા ખેડૂતોની આવકમાં ધરખમ વધારો, વૈજ્ઞાનિક અને સહકારી ઢબે દૂધ -ઉત્પાદનમાં વધારો કરાયો છે.

એવી જ રીતે દાયકાઓથી પાણીની કાયમી અછત ભોગવતા અને દાયકાઓથી દુકાળનો ભોગ બનતા ગુજરાતનાં ગામડાંઓમાં જળસિંચય, તળાવો ઊડા કરવાં, સૂકી નદીઓને નર્મદાનાં નીરથી પુન: જીવિત કરવા જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતનાં ગામડાંઓનો સવાôગી વિકાસ સધાયો છે, ત્યારે વિદર્ભ -મહારાષ્ટ્રના એક નાનકડા ગામના સરપંચે પણ તેમની ગ્રામ પંચાયતમાં એક ઠરાવ રજૂ કરીને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમના આ ગામને દત્તક લઈને તેનો સવાôગી વિકાસ કરે તેવી ભાવના વ્યકત કરી હતી. આ ઠરાવ ગ્રામ પંચાયતમાં સર્વાનુમતે પસાર કરાયો હતો અને તે પછી આ સરપંચે મુખ્યમંત્રી મોદીને તે શુક્રવારે ઈ-મેઇલ કરીને તેમના ગામને દત્તક લેવા અંગેનો ઠરાવ તેમની ગ્રામ પંચાયતે સર્વાનુમતે પસાર કર્યો ...

Gaurangsinh Parmar.
9925800830
Rajkot. (Gujarat)

No comments:

Post a Comment